22 Feb. Vadodara: વિશ્વાસ મત હારી ગયા બાદ પુદ્દુચેરી ના મુખ્યમંત્રી નારાયણ સામી એ તેમના મંત્રીમંડળ સાથે આજે રાજીનામું આપી દીધું છે. પુડુચેરી ના નારાયણ સામી એ સભામાં વિશ્વાસ મત હારી ગયા પછી ભાષણ આપ્યું . એમણે સ્પીકરને કહ્યું કે હાલની તેમની સરકાર બહુમતથી ખોઇ ચૂકી છે ત્યાર પછી તેમણે પ્રભારી એલસી તમિલિસાઈ સોંદર્યરાજનને પોતાના મંત્રી મંડળ સાથે રાજીનામું સુપરત કર્યું. તેમણે મીડિયા સાથે વાત કરતા ભારતીય જનતા પર પ્રહાર કરતાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નોમિનેટેડ એમ.એલ.એ ને વોટ ન કરવા દેવાની તેમની માંગ સ્પીકર દ્વારા ન સ્વીકારાતા તેમને રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પુડુચેરી ના લોકો સાથે દગો કર્યો છે. ભાજપાએ હિન્દી ને લાગુ કરવા પુડુચેરી માં જબરદસ્તી પ્રયત્નો કર્યા છે.
More Stories
દુનિયાની પહેલી એવી એક ઘડિયાળ જેમાં 48 મિનિટનો કલાક અને 30 કલાકનો દિવસ છે:
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..